top of page

સ્તન કેન્સર નિદાન માટે- સ્તનનુ જાત પરિક્ષણ કેવી રીતે કરવું?




ભારતમા દર વર્ષે ૧.૫ લાખ મહિલાઓમા સ્તન કેન્સરનુ નિદાન થાય છે. છતાં આ કન્સર વિશે જાણકારી ઘણી ઓછી છે. આપણે સ્તન કેન્સર ને અટકાવી શકતા નથી. જલ્દી નિદાન જ એનાથી લડવાની એકમાત્ર ચાવી છે. દરેક મહિલાને એના સ્તનનુ નોમૅલ માપ અને ઘાટ ખબર હોવુ જોઈએ. જેથી કોઈ ચેન્જની તરત જાણ થઈ શકે. સ્તનનુ જાત પરિક્ષણ કેવી રીતે કરવું? દરેક મહિલાએ ૨૫ વષૅ ની ઉંમર પછી દર મહીને સ્તનનુ જાત પરિક્ષણ કરવું જોઈએ. યાદ રાખવા માટે એ માસિક પછીના દિવસોમા કરવું જોઇએ. આને બે અલગ રીતે કરવાનું હોય છે. પહેલા અરીસા સામે ઊભા રહીને સ્તનનુ નોમૅલ માપ અને ઘાટ જોવાનું. બગલનુ પણ નોમૅલ પરિક્ષણ કરવાનું. પછી જમણા હાથની ત્રણ આંગળીઓ ના ઉપરના ભાગ એટલે પલ્પથી ગાંઠ માટે તપાસ શરૂ કરવી. આંખા સ્તનની તપાસ એક દિશામાં કરવી. ઊંડે અને ઉપર બન્ને રીતે જોવું.બન્ને બગલમાં પણ એવી રીતે તપાસ કરવી. બન્ને નિપલનું બરાબર નિરિક્ષણ કરવું. પહેલા નોમૅલ બહાર હોય એવી નિપલ જો વધારે અંદરની તરફ ખેંચાયેલી લાગે, નિપલ માંથી લોહી કે બીજું એબનોમૅલ પાણી આવે તો પણ ડૉકટરની સલાહ લેવી. સ્તનની ચામડી ખરબચડી લાગે કે અંદર ખેચાયેલી લાગે તો પણ ધ્યાન આપવું. આવી રીતે બન્ને સ્તન તપાસવા. પછી સૂઈને પણ આ જ તપાસ કરવી. ૬૫ થી ૭૦ ની ઉંમર સુધી આ રીતે તપાસ કરવી. કંઈ પણ વાંધાજનક લાગે તો ડૉકટરને બતાવવું. સાથે જ દરેક મહિલાએ વષૅમાં એકવાર ડૉકટર પાસે જનરલ ચેક અપ કરાવવો. ૪૫ થી ૫૦ ની વયમાં દર બે વષૅઍ સોનોમેમોગ્રાફી કરાવવી. પરિવારમાં વધારે હિસ્ટ્રી હોય તો વષૅમાં એક વાર કરાવવું. જલ્દી નિદાન થાય તો અનેક પ્રકારની ઉપલબ્ધ સારવારથી આ કેન્સર મટાડી શકાય છે.


121 views0 comments
bottom of page